Translations:Magic Intuition:Market strings/29/gu

From Olekdia Wiki
Revision as of 16:42, 20 March 2019 by Mitsoni (talk | contribs) (Created page with "શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક લોકો એ વિમાનમાં નથી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે કેટલાક લોકો એ વિમાનમાં નથી બેસતા જે ક્રેશ થવાનું હોય છે? સફળ વેપારીઓ કેવી રીતે માર્કેટ વલણો વિશે સમજી જાય છે? શું તમને લાગે છે કે તમારે તેના માટે અલૌકિક બનવું પડશે? આપણામાંના દરેકને દરરોજ આપણા જીવનને અસર કરતી ઘણી પસંદગીઓનો સામનો કરવો પડે છે. આપણે કેવી રીતે શક્ય તેટલી શ્રેષ્ઠ પસંદગી કરી શકીએ? આપણે ઉદાહરણ તરીકે, ફોરેક્સ રીયલ ટાઇમ ટ્રેડિંગમાં કલાકોના કલાકો વિચારવામાં અને વિશ્લેષણ કરવામાં પસાર કરતાં હોઈએ છીએ, પરંતુ હંમેશાં આપણી પાસે સમય હોતો નથી, અને ચોક્કસપણે માનવીય મન દરેક વસ્તુનું પૂર્વાનુમાન કરવામાં સક્ષમ હોતું નથી. એના કરતાં આપણા અંતઃકરણને સાંભળવું બહેતર છે, જે આપણામાંના દરેકમાં છે, પણ આપણે બસ તેનો અવાજ ભૂલી ગયા છીએ.